Nifty : બ્રોકરેજ કંપની પ્રભુદાસ લીલાધરે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 25,800ના સ્તરે પહોંચવાની આગાહી કરી છે. કંપનીએ ગુરુવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે સ્થિર આર્થિક નીતિઓ અને સામાન્ય ચોમાસાને કારણે માંગમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શેરબજારમાં તેજી રહેવાની ધારણા છે. આ વધારા વચ્ચે નિફ્ટી ડિસેમ્બરના અંતે 25,800 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

રિપોર્ટ અનુસાર, નિફ્ટી આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં તેના વર્તમાન સ્તરથી 3,239.65 પોઈન્ટ અથવા 14.35 ટકા વધી શકે છે. નિફ્ટી હાલમાં 22,570.35 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

પ્રભુદાસ લીલાધરના સંસ્થાકીય સંશોધનના વડા અમનીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. પરંતુ પાછળથી, વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવમાં વધઘટ અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના એડજસ્ટમેન્ટ અંગેના જુદા જુદા મંતવ્યોને કારણે તેમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો હતો.

આ સિવાય અમ્નીશ અગ્રવાલે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધીમાં નિફ્ટી 25,810ના સ્તરે પહોંચવાની ધારણા છે.

પ્રભુદાસ લીલાધરે તેમના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘નિફ્ટીના ઉછાળાનો શ્રેય NDA સરકારની સાતત્ય અને સામાન્ય ચોમાસાને જાય છે. આનાથી નીતિઓમાં સ્થિરતા આવશે અને માંગમાં વધારો થવાની અપેક્ષા છે.

હાલમાં દેશભરમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને જૂનના પ્રથમ સપ્તાહમાં નવી સરકારની રચના થવાની આશા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પૂર્વેના સર્વેમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની જીતની આગાહી કરવામાં આવી હોવા છતાં, જૂનનું પહેલું સપ્તાહ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે.

Share.
Exit mobile version