NSDL IPO
NSDL IPO Update: SEBI એ NSDL ના IPO ને મંજૂર કર્યા પછી, એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના IPO ને પણ લીલી ઝંડી મળી શકે છે.
NSDL IPO: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના રૂ. 3000 કરોડના IPO માટે રસ્તો સાફ થઈ ગયો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશની સૌથી મોટી ડિપોઝિટરી NSDLના IPOને મંજૂરી આપી દીધી છે. આ IPO વેચાણ માટેની સંપૂર્ણ ઓફર હશે જેમાં NSDL શેરધારકો IPOમાં લગભગ 57.3 મિલિયન શેર્સ ઑફલોડ કરશે.
સીએસડીએલ પહેલાથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને હવે એનએસડીએલ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. ઓફર ફોર સેલ દ્વારા NSDLના IPOમાં 57,260,001 શેર વેચવાની તૈયારી છે જેમાં IDBI બેંક, NSE, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, SBI તેમનો હિસ્સો વેચશે. IDBI બેંક 22.2 મિલિયન શેર, નેશનલ સ્ટોક એક્સચેન્જ 18 મિલિયન શેર, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 5.62 મિલિયન શેર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 4 મિલિયન શેર, SUUTI 3.4 મિલિયન શેર વેચશે. IDBI બેંકનો NSDLમાં 26 ટકા અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 24 ટકા હિસ્સો છે. SBI પાસે 5 ટકા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસે 2.8 ટકા, કેનેરા બેન્ક પાસે 2.3 ટકા હિસ્સો છે.
જ્યારે એનએસડીએલના આઈપીઓ માટેનો ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કરવામાં આવ્યો હતો, ત્યારે ADFC બેંકે કહ્યું હતું કે તે ઓફર ફોર સેલમાં NSDLમાં તેનો 2 ટકા હિસ્સો વેચશે. NSDLમાં HDFC બેંકનો કુલ હિસ્સો 8.95 ટકા છે. NSDL નાણાકીય અને સિક્યોરિટી બજારો સંબંધિત ઉત્પાદનો ઓફર કરે છે. 1996 માં ડિપોઝિટરીઝ એક્ટની રજૂઆત પછી, NSDL એ દેશમાં ડીમેટ ખાતાઓની પ્રથા વધારવામાં મોટો ફાળો આપ્યો છે. કર્મચારીઓને NSDL IPOમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. NSDLના શેર BSE પર લિસ્ટ થશે.
NSDLનો IPO આવશે પરંતુ પહેલા અન્ય ડિપોઝિટરી કંપની CSDL સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે જેણે લિસ્ટિંગ પછી તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. CSDLનો શેર હાલમાં રૂ. 1358 પર ટ્રેડ થઈ રહ્યો છે અને શેરે છેલ્લા પાંચ વર્ષમાં 550 ટકાથી વધુ વળતર આપ્યું છે.