NTPC Green Energy IPO
NTPC ગ્રીન એનર્જી IPO: NTPC ગ્રીન એનર્જી તેના IPO ની ઇશ્યૂ કિંમત શેર દીઠ રૂ. 100 ($1.18) થી ઉપર રાખવા માટે IPO સલાહકારો સાથે ચર્ચા કરી રહી છે.
NTPC ગ્રીન એનર્જી IPO: NTPC ગ્રીન એનર્જી લિમિટેડ, NTPCની ગ્રીન એનર્જી પેટાકંપની, કંપનીના $12 બિલિયનના મૂલ્યાંકનને હાંસલ કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને IPOમાં બજારમાંથી નાણાં એકત્ર કરી શકે છે. આ દૃષ્ટિએ NTPC ગ્રીન એનર્જી લિમિટેડનો IPO રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનો સૌથી મોટો IPO બની શકે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, NTPC ગ્રીન એનર્જી તેના IPOની ઇશ્યૂ કિંમત રૂ. 100 પ્રતિ શેર ($1.18)થી ઉપર રાખવા માટે IPO સલાહકારો સાથે ચર્ચા કરી રહી છે. NTPC ગ્રીન એનર્જી IPO દ્વારા બજારમાંથી રૂ. 10000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનો IPO 18મીથી 21મી ઓક્ટોબર સુધી ખુલ્લો રહે તેવી શક્યતા છે. કંપનીએ હાલમાં પ્રાઇસ બેન્ડ નક્કી નથી કર્યું અને તેના પર ચર્ચા ચાલી રહી છે. પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેરની ફ્લોર પ્રાઇસ, કેપ પ્રાઇસ અને ઇશ્યુ પ્રાઇસ BRLM સાથે પરામર્શ કર્યા પછી નક્કી કરવામાં આવશે.
ઑક્ટોબર મહિનામાં, સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ NTPC ગ્રીન એનર્જીના IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ)ને મંજૂરી આપી હતી. કંપનીએ સપ્ટેમ્બર 2024માં આઈપીઓ લોન્ચ કરવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા હતા. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની એનટીપીસીની પેટાકંપની છે. NTPC ગ્રીન એનર્જીનો IPOમાં સંપૂર્ણપણે નવો ઇશ્યુ હશે, એટલે કે કંપની નવા શેર ઇશ્યૂ કરશે અને પ્રમોટર કંપની IPOમાં તેનો હિસ્સો વેચશે નહીં.
NTPC ગ્રીન એનર્જી IPOમાં જે રૂ. 10,000 કરોડ એકત્ર કરશે, તેમાંથી રૂ. 7500 કરોડ લોનની ચુકવણી તરફ જશે. કંપની બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને વિસ્તરણ પર ખર્ચ કરશે. NTPC ગ્રીન એનર્જીના IPOમાં કેટલાક શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. કર્મચારીઓને IPOની કિંમતમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એનટીપીસીના શેરધારકો માટે પણ શેર આરક્ષિત રહેશે. NTPC ગ્રીન એનર્જી શેર NSE અને BSE પર લિસ્ટ થશે.