Heater
Heater: શિયાળામાં ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ યોગ્ય હીટર પસંદ કરતી વખતે, લોકો ઘણીવાર ઓઇલ હીટર અને નોર્મલ હીટર વચ્ચે મૂંઝવણમાં મુકાય છે. બંને હીટરના પોતાના ફાયદા અને ગેરફાયદા છે, અને યોગ્ય પસંદગી કરવા માટે તમારી જરૂરિયાતો અને બજેટને ધ્યાનમાં લેવું જરૂરી છે. ચાલો જાણીએ કયો Heater તમારા માટે શ્રેષ્ઠ છે.
Oil Heater
– આ આરોગ્ય માટે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમકે આ રૂમની આદ્રતા ઘટાડતું નથી, જેના કારણે ત્વચા અને આંખોમાં ખંજવાળ અથવા સુકાઈ જવાની સમસ્યા નથી થતી.
– આ Heater ધીમે ધીમે રૂમને ગરમ કરે છે, પરંતુ તેની ગરમી લાંબા સમય સુધી ટકી રહે છે.
– આ મોટા રૂમો માટે શ્રેષ્ઠ છે અને આ તે અવાજ કર્યા વિના કાર્ય કરે છે, જે તેને બાળકો અને વૃદ્ધો માટે યોગ્ય બનાવે છે.
– Oil Heater ઓછી ઉર્જા વાપરે છે પરંતુ સામાન્ય હીટર કરતા વધુ ખર્ચ કરે છે.
નોર્મલ Heater
– જેમ કે બ્લોઅર Heater અને ક્વાર્ટઝ Heater, આ ઓછી કિંમતમાં ઉપલબ્ધ હોય છે.
– આ નાના અને હળવા હોય છે, જેના કારણે આને સરળતાથી ક્યાં પણ લઈ જઈ શકાય છે.
– નોર્મલ Heater રૂમને ઝડપથી ગરમ કરે છે અને નાના રૂમો માટે યોગ્ય છે.
– જોકે, આનાથી રૂમની ભેજ ઘટી શકે છે, જેના કારણે ત્વચામાં ખંજવાળ અને આંખોમાં બળતરા થઈ શકે છે.
– આ સસ્તા હોય છે, પરંતુ જાળવણી થોડી વધારે હોઈ શકે છે.
કયું Heater પસંદ કરવો?
– નાના રૂમો માટે નોર્મલ Heater શ્રેષ્ઠ છે, જ્યારે મોટા રૂમો માટે Oil Heater શ્રેષ્ઠ છે.
– જો તમારા ઘરમાં બાળકો અથવા વૃદ્ધો હોય, તો Oil Heater પસંદ કરો કેમકે તે હવા શુદ્ધ રાખે છે.
– જો તમારો બજેટ ઓછી છે, તો નોર્મલ Heater શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ માટે Oil Heater વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.