રાજ્યમાં આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હાલ ગરબાડા પોલીસ અકસ્માતની જાણ થતાની સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ અકસ્માતમાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા પણ દાહોદની ગરબાડા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા રિક્ષામાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા પતી-પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથેના નાના બાળકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. આ રિક્ષામાં દંપતી નાના બાળક સાથે જઈ રહ્યા હતા ત્યારે દાહોદથી ગોધરા તરફ જતાં ટ્રકે લીમખેડા તરફથી આવતી રીક્ષાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાળક સહિત પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા પતી અને પત્નીનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું,

Share.
Exit mobile version