ોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. તમામ પાર્ટીઓ લોકસભાની જીત માટે પોતાના સોગઠાં ગોઠવી રહી છે પણ તમે જાણો છો દેશનું એક એવું રાજ્ય છે જ્યાં ETG રિસર્ચ સાથે ટાઈમ્સ નાઉ નવભારતના સર્વેમાં ભાજપ અને કોંગ્રેસને ૦ બેઠક મળી રહી છે. અહીં પીએમ મોદી હોય કે અમિત શાહ કે રાહુલ કોઈનો ગજ વાગતો નથી. વાત કરી રહ્યાં છે આપણે આંધ્રપ્રદેશની. દક્ષિણ ભારતના આ રાજ્યમાં જગન મોહન રેડ્ડીની સરકાર છે. લોકસભા પહેલાંના સરવેમાં અહીં જગન મોહનની પાર્ટી YSRCP ઇક્લિનસ્વીપ કરી રહી છે એટલે ૨૫માંથી ૨૫ બેઠકો જીતી રહી છે. ગત લોકસભામાં એમનો દબદબો રહ્યો હતો. યેદુગુડી સૈંડિન્તિ જગન મોહન રેડ્ડી એક ભારતીય રાજનેતા છે. તેઓ આંધ્રપ્રદેશ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી અને આંધ્ર પ્રદેશ વિધાનસભાના નેતા છે. તેઓ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે.
જગન મોહન રેડ્ડી ૨૧ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના પુલિવેન્દુલા ગામમાં જન્મયા હતા. તેમણે હૈદરાબાદ પલ્બિક સ્કૂલમાં પોતાનું સ્કૂલ શિક્ષણ લીધું છે અને નિજામ કૉલેજથી સ્નાતકની ડીગ્રી મેળવી છે. પિતાના મોત બાદ તેઓ રાજકારણમાં આવ્યા હતા. રેડ્ડીના પિતા વાય.એસ.રાજશેખર રેડ્ડી, જેઓ વાયએસઆર તરીકે જાણીતા છે, તેઓ ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન આંધ્ર પ્રદેશના બે વખતના મુખ્ય પ્રધાન હતા. તેમણે કડપા જિલ્લામાં ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે પ્રચાર કરીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૯માં તેઓ કડપા લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. સપ્ટેમ્બર ૨૦૦૯ માં તેમના પિતાના અવસાન પછી, તેમણે તેમના પિતા દ્વારા છોડવામાં આવેલો રાજકીય વારસો લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મોટાભાગના ધારાસભ્યોએ તેમને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની તરફેણ કરી હતી, પરંતુ આ પસંદગીને પક્ષના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીએ મંજૂરી આપી ન હતી.
તેમના પિતાના મૃત્યુના છ મહિના પછી, તેમણે અગાઉ વચન આપ્યા મુજબ, તેમના પિતાના મૃત્યુના સમાચાર પર આત્મહત્યા કરી હોય અથવા નાદુરસ્ત તબિયતનો ભોગ બન્યા હોય તેવા કથિત લોકોના પરિવારોને જવા અને મળવા માટે તેમણે ઓદર્પુ યાત્રા (શોક યાત્રા) શરૂ કરી. કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ તેમને તેમની ઓદર્પુ યાત્રાને પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો, જે આદેશનો તેમણે અવગણના કર્યો હતો અને હાઈકમાન્ડ અને પોતાની વચ્ચે તિરાડ પડી હતી. એપ્રિલ અને મે ૨૦૧૯માં યોજાયેલી ૨૦૧૯ની રાષ્ટ્રીય અને રાજ્ય ચૂંટણીમાં રૂજીઇ કોંગ્રેસ પાર્ટીએ આંધ્ર પ્રદેશની કુલ ૧૭૫ વિધાનસભા બેઠકોમાંથી ૧૫૧ અને લોકસભાની ૨૫ બેઠકોમાંથી ૨૨ બેઠકો જીતી હતી.ETG રિસર્ચ સાથે ટાઈમ્સ નાઉ નવભારતના સર્વેમાં એનડીએ સત્તામાં વાપસી કરતું જણાય છે. આ સર્વેમાં લોકસભા ચૂંટણીમાં NDAના ખાતામાં ૩૦૦થી વધુ સીટો જાેવા મળી રહી છે, જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ને ૧૬૦ થી ૧૯૦ સીટો મળી શકે છે. આ બંને ગઠબંધન બાદ આ સર્વેમાં જગન મોહનની પાર્ટી YSRCPને સૌથી વધુ સીટો મળતી જાેવા મળી રહી છે. જે બાદ આ સર્વેમાં ત્રીજા સ્થાને બિજુ જનતા દળ અને KCR ની પાર્ટી BRS ને વધુ સીટો મળતી દેખાઈ રહી છે.
આ સર્વેમાં જગન મોહનની પાર્ટી આંધ્રપ્રદેશમાં ક્લીન સ્વીપ કરતી જાેવા મળી રહી છે. જાે આજે લોકસભાની ચૂંટણી યોજાય તો રૂજીઇઝ્રઁ જગન મોહનની પાર્ટી રાજ્યમાં ૨૪-૨૫ બેઠકો જીતી શકે છે. આ રાજ્યમાં લોકસભાની ૨૫ બેઠકો છે અને એક રીતે તે ક્લીન સ્વીપ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં જગન મોહનની પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં ૨૫માંથી ૨૨ બેઠકો જીતી હતી. આ વખતે પણ વધુ બેઠકો પાર્ટીના ખાતામાં જાય તેમ લાગી રહ્યું છે. તેવી જ રીતે, ૧૭ લોકસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં, KCRની પાર્ટી BRS ને ૯-૧૧ બેઠકો મળવાની ધારણા છે. તો ૨૧ બેઠકો સાથે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ ૧૨-૧૪ બેઠકો જીતી શકે છે.લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A માને છે કે જાે તેઓ સાથે મળીને લડશે તો તેઓ ભાજપને હરાવી શકશે. ભાજપે અનેક નાના પક્ષોને પણ દ્ગડ્ઢછમાં સામેલ કર્યા છે.
હવે આવી સ્થિતિમાં સર્વેના પરિણામોમાં સામે આવ્યું છે કે આ પક્ષોને કોઈના સમર્થનની જરૂર નથી. આ પક્ષોની તેમના પોતાના રાજ્યોમાં પણ સરકારો છે અને અન્ય કોઈ પક્ષ તેમને પડકારી શકે તેમ નથી.