iPhone 15
iPhone 15: iPhone 15 પર અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફર ઉપલબ્ધ છે, જેમાં Appleનો ફ્લેગશિપ ફોન લોન્ચ કિંમત કરતાં 30,000 રૂપિયામાં સસ્તો ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલ બિગ સેવિંગ ડેઝ સેલ આજ સુધી એટલે કે 27મી ઓગસ્ટ રાત્રે 11:59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે, જેનાથી સૌથી ઓછી કિંમતે iPhone 15 ખરીદવાની આ છેલ્લી તક છે.
iPhone 15 આ સેલમાં 49,999 રૂપિયાની શરૂઆતની કિંમતે વેચવામાં આવી રહ્યો છે. Appleએ ગયા વર્ષે લૉન્ચ કરેલા iPhoneની કિંમતોમાં 10,000 રૂપિયાનો ધરખમ ઘટાડો કર્યો છે. પહેલા iPhone 15ની MRP 69,999 રૂપિયા હતી. આ સેલમાં 10,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ અને બેંક ડિસ્કાઉન્ટનો લાભ લઈને તેને 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય આ iPhone 2,110 રૂપિયાની EMI પર પણ ખરીદી શકાય છે.
iPhone 15માં 6.1-ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે ડાયનેમિક આઇલેન્ડ ફીચર સાથે આવે છે. ફોન A16 Bionic ચિપસેટ પર કામ કરે છે, જે iPhoneના પરફોર્મન્સને વધારે છે. iPhone 15 512GB સુધીની સ્ટોરેજ ક્ષમતાને સપોર્ટ કરે છે અને તે 5G નેટવર્ક કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે.
તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 48MP મુખ્ય કેમેરા છે, જે 2x ટેલિફોટો ઓપ્ટિકલ ગુણવત્તાને સપોર્ટ કરે છે. આ સિવાય પાછળના ભાગમાં 12MP સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 12MP કૅમેરો છે.