એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આક્રમક અંદાજ દેખાડ્યો છે. બાબર આઝમે નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર સદી ફટકારી છે. બાબર આઝમે ત્રીજા ક્રમે બેટિંગ કરતા ૧૦૯ બોલમાં સદી ફટકારી હતી. બાબર આઝમના વનડે કરિયરની આ ૧૯મી સદી છે. બાબર આઝમ પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટરોના લિસ્ટમાં ૧૯ સદી સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ બેટર સઈદ અનવરના નામે છે. સઈદ અનવરે પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં ૨૦ સદી ફટકારી છે.

નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં બાબર આઝમે વનડે કરિયરની ૧૯મી સદી પટકારી છે. આ સાથે પાકિસ્તાનના કેપ્ટને એક મોટો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. બાબર આઝમ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૯ સદી ફટકારનાર બેટર બની ગયો છે. બાબર આઝમે આ મામલા આફ્રિકાના હાશિમ અમલા અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. બાબર આઝમ અંતમાં ૧૩૧ બોલમાં ૧૫૧ રન બનાવી આઉટ થયો હતો. બાબરે પોતાની ઈનિંગમાં ૧૪ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી.

Share.
Exit mobile version