એશિયા કપની નવી સીઝનની તૈયારીમાં ટીમ ઈન્ડિયા કોઈ કસર છોડવા માંગતી નથી. ટીમનો કેમ્પ હાલમાં બેંગલુરુમાં ચાલી રહ્યો છે, જે ૨૪ ઓગસ્ટથી શરૂ થયો હતો. આ દરમિયાન ખેલાડીઓનો યો-યો ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. ઈજામાંથી પરત ફરી રહેલા કેએલ રાહુલથી લઈને શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા મળી છે. આ દરમિયાન બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની તૈયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ટીમની તૈયારીઓ બતાવવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને ઈશાન કિશન બેટિંગની પ્રેક્ટિસ કરતા જાેવા મળે છે. પરંતુ ચાહકો શ્રેયસ અય્યરના હેલિકોપ્ટર શોટને પસંદ કરી રહ્યા છે. આ વિડિયોમાં શ્રેયસ અય્યર હેલિકોપ્ટર શોટ મારતો જાેવા મળી રહ્યો છે. જાે અય્યર નંબર-૪ પર સારું પ્રદર્શન કરી શકશે તો ભારતીય ટીમ વધુ મજબૂત બનશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો ૨ સપ્ટેમ્બરે પહેલી મેચમાં પાકિસ્તાન ટીમ સામે થશે. એશિયા કપમાં ટીમના સારા પ્રદર્શન માટે સૌએ અભિનંદન પાઠવ્યા છે. વીડિયોમાં કેએલ રાહુલ વિકેટકીપિંગ કરતો જાેવા મળી રહ્યો છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કૃષ્ણા અને લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ બોલિંગની પ્રેક્ટિસ કરતા જાેવા મળે છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના મોટા ખેલાડીઓ લાંબા વિરામ બાદ એશિયા કપમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ શ્રેણીમાં જાેવા મળ્યા ન હતા. આ સિવાય તે આયર્લેન્ડ પણ ગયા નહોતા. બ્રેક અંગે રોહિત શર્માએ કહ્યું હતું કે હવે અમે મહત્વપૂર્ણ શ્રેણી રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હું વર્લ્ડ કપમાં મારા ૨૦૧૯ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગુ છું. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લગભગ એક વર્ષ બાદ મેદાનમાં પરત ફરી રહ્યો છે. બુમરાહ પીઠની ઈજામાંથી સાજાે થઈ ગયો છે. તેણે પોતાની બોલિંગ એક્શનમાં પણ ફેરફાર કર્યો છે. હાલમાં જ તે આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કેપ્ટન તરીકે જાેવા મળ્યો હતો અને તેણે શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સંજય માંજરેકરે તેના વિશે, ક્રિકઇન્ફોને કહ્યું હતું કે ODI ફોર્મેટ અલગ છે. બુમરાહ ૧૦ ઓવરની બોલિંગ સિવાય ૫૦ ઓવર ફિલ્ડ કરવા સક્ષમ છે કે કેમ તે જાેવું મહત્વપૂર્ણ રહેશે. આ ફોર્મેટ તેમના માટે પડકારરૂપ બની રહેશે. રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, પ્રસિધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ્ડ).