ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ઉપરવાસમાંથી પણ ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી. જેના પગલે ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જે પછી નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂસી ગયા હતા અને પુસ્તકો પલળી ગયા હતા.

વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પ્રાથમિક શાળાઓમાં પાઠ્‌ય પુસ્તકો પલળી ગયા હતા.આ વિસ્તારોમાં રાહતના કામોનું નિરીક્ષણ કરવા માટે ગ્રામ વિસ્તારોમાં પહોંચેલા કલેક્ટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સમક્ષ કેટલાક બાળકોએ પોતાની વ્યથા પ્રસ્તુત કરી હતી. બાળકોએ જણાવ્યુ હતુ કે પ્રાથિમક શાળામાં અભ્યાસ માટેના તેમના પુસ્તકો પલળી ગયા છે. બાળકોની આ સાંભળી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બાળકોને નવા પાઠ્‌ય પુસ્તકો આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં નર્મદા નદીના રોદ્ર રૂપથી આવેલા આપત્તિથી ભારે તારાજી સર્જાઇ છે. જે ઘરોમાં પાણી ઘૂસી જવાથી નુકસાન થયું છે, તેનો સર્વે ચાલી રહ્યો છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા બે અધિકારીઓ સમક્ષ ઘરવખરી, વેપારવાણિજ્ય અને કૃષિમાં થયેલા નુકસાનની રજૂઆતો આવી હતી. પૂરના કારણ કોઇ જાનહાની તો થઇ નથી પણ આ પૂરની અસર બાળકોના શિક્ષણ પર પડી છે. શાળામાં રહેલા બાળકોના પુસ્તરો પલળી ગયા છે. જાે કે કોઇ ગ્રામજનોએ પોતાના બાળકને શિક્ષણમાં થયેલા નુકસાનની વાત કરી ન હતી.

અધિકારીઓએ કેટલાક ગામોમાં બાળકોને મળીને પૂછપરછ કરી કે તમારા પુસ્તકોની સ્થિતિ શું છે ? ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે તેમના પાઠ્‌યુ પુસ્તકો પલળી ગયા છે. આ બાબતને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરની આપદામાં પ્રથમ વખત આ ગામોમાં નવા પુસ્તકો અપાવવાનો ર્નિણય લીધો હતો.

કલેક્ટરે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી.
આ ગામોની શાળામાં જે છાત્રોના પાઠ્‌ય પુસ્તકો પલળી ગયા છે.તેમને નવા પુસ્તકો આપવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પાઠ્‌ય પુસ્તક મંડળ પાસેથી પુસ્તકો મંગાવી બાળકોને નિયત સમય મર્યાદામાં વિતરિત થઇ જાય, એની ચોક્કસાઇ રાખવાનું પણ સંબંધિત અધિકારીને કલેક્ટરે જણાવ્યુ છે.

Share.
Exit mobile version