PM modi news : ગોવામાં 6 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવશે
પીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીનું ધ્યાન ઊર્જા જરૂરિયાતોના મામલામાં આત્મનિર્ભર બનવા પર છે. ઈન્ડિયા એનર્જી વીક 2024 પણ આ દિશામાં લેવાયેલું એક પગલું છે, જે 6 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ગોવામાં યોજાશે. ઈન્ડિયા એનર્જી વીક 2024 એ ભારતનું સૌથી મોટું એનર્જી એક્ઝિબિશન અને કોન્ફરન્સ હશે. જેમાં સમગ્ર એનર્જી વેલ્યુ ચેઈન એક સાથે આવશે. વડાપ્રધાન મોદી વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના સીઈઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે.
ભારત ઉર્જા સપ્તાહમાં વિવિધ દેશોના 17 ઉર્જા મંત્રીઓ, 35 હજારથી વધુ મુલાકાતીઓ અને 900 થી વધુ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. એનર્જી વીકમાં કેનેડા, જર્મની, નેધરલેન્ડ, રશિયા, બ્રિટન અને અમેરિકાના પેવેલિયન હશે. ત્યાં એક ખાસ ઈન્ડિયા પેવેલિયન પણ હશે, જે ભારતીય MSME અને ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ તરફથી નવીન ઉકેલો પ્રદર્શિત કરશે.
પણજીથી રીસ માગોસને જોડતા રોપવે માટે શિલાન્યાસ પણ કરશે.
PM મોદી પણજી અને રીસ માગોસને જોડતા પ્રવાસન સંબંધિત પેસેન્જર રોપવેનો શિલાન્યાસ પણ કરશે. ગોવાની મુલાકાત દરમિયાન પીએમ મોદી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટરસ્પોર્ટ્સ પણ લોકોને સમર્પિત કરશે. જેમાં વોટર સ્પોર્ટ્સ અને વોટર રેસ્ક્યુ એક્ટિવિટી માટે સુવિધા આપવામાં આવશે. આ સુવિધાઓ સામાન્ય લોકો અને સુરક્ષા દળો માટે હશે.