PM Modi

એક બાજુ સૌર ઊર્જામાં ગુજરાત અગ્રેસર છે, તેવી ડીંગો હાંકવામાં આવે છે. બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલર ટેક્નોલોજીથી સજ્જ સોલાર પંપ લગાવવા ભલામણ કરી હતી. તેમ છતાંય ગુજરાતમાં આ ટેક્નોલોજીથી સજ્જ એકેય સોલાર પંપ લગાવવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારની પોલિસીમાં ઉલ્લેખ કરાયો છે કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સોલાર પંપની આ ટેક્નોલોજી ઉપયોગી છે. ગુજરાતમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાતો નથી જેથી લાખો કરોડોનો નુકશાન થઈ રહ્યુ છે.

પીએમ કુસુમ યોજનાની પોલિસી

કેન્દ્ર સરકારની પીએમ કુસુમ બી અને કુસુમ સી યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સબસીડી પણ આપે છે. પીએમ કુસુમ યોજનાની પોલિસી મુજબ, સોલાર પંપમાં સોલાર કંટ્રોલર સામાન્ય રીતે 150 દિવસ સુધી મોટર ચલાવી શકે છે. પરંતુ યુએસપીસી ટેક્નોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલર 320 દિવસ સુધી મોટર ચલાવવા સક્ષમ છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઊઠાવતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં એવુ તો શું થયુ છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્ષ 2019થી આજ દીન સુધી ગુજરાતમાં યુએસપીસી ટેક્નોલોજી વાળો એકેય સોલાર પંપ લગાવાયો નથી. કેન્દ્ર સરકાર યુપીએસી ટેક્નોલોજી વાળા સોલાર પંપને ખેડૂતોની બમણી આવક કરવાનું પ્રતિક ગણે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોને લેટેસ્ટ સોલાર પંપ માટે કોઈ વિકલ્પ જ અપાતો નથી.’

યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલર ટેકનોલોજીથી સોલર પંપની મોટર પાણી ખેચે છે, એટલુ જ નહીં, કોલ્ડ સ્ટોરેજ,ડીપ ફ્રીજર પણ ચાલે છે. 150 દિવસ જ નહીં, પણ 320 દિવસ ચાલે તેવુ સક્ષમ છે. ખેતરમાં મકાન હોય તો એક કંટ્રોલરમાં કામ થઈ શકે છે. આ ઉપરાંત થ્રી અને સિંગલ ફેજ બંને ફેજનો ઉપયોગ કરી શકાય છે. નિર્મલ સોલર પંપ કરતાં યુનિવર્સલ સોલર પંપ કંટ્રોલર ઘણી રીતે ઉપયોગી છે.

 

 

Share.
Exit mobile version