PM Narendra Modi: PM નરેન્દ્ર મોદી નાલંદા યુનિવર્સિટીમાં: PMએ કહ્યું, નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો અગ્નિની જ્વાળાઓમાં બળી શકે છે પરંતુ આગની જ્વાળા જ્ઞાનને નષ્ટ કરી શકતી નથી. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે, એક ગૌરવ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ નાલંદાના વિનાશને પણ યાદ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું, જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી.
પીએમ મોદીએ કહ્યું, મને ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા 10 દિવસમાં નાલંદા જવાની તક મળી છે. આ માત્ર મારું સૌભાગ્ય નથી, પરંતુ હું તેને ભારતની વિકાસ યાત્રાના શુભ સંકેત તરીકે પણ જોઉં છું.
તેમણે કહ્યું, નાલંદા એક ઓળખ છે, સન્માન છે. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે, એક ગૌરવ છે, એક વાર્તા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો અગ્નિની જ્વાળાઓમાં બળી શકે છે પરંતુ અગ્નિની જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી.