PM Narendra Modi : દેશમાં લોકસભાની ચૂંટણીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પાર્ટીના ચૂંટણી કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રેલીઓ કરશે અને જનતાનું સમર્થન માંગશે. વડાપ્રધાન મોદી સવારે 10:15 વાગ્યે ઉત્તર પ્રદેશના અમરોહામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે.
પીએમ મોદી મધ્યપ્રદેશના દમોહમાં બપોરે 2 વાગે જનસભાને સંબોધશે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસ બાદ વડાપ્રધાન મહારાષ્ટ્ર જવા રવાના થશે. PM મોદી સાંજે 5:15 વાગ્યે વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. આજે પ્રથમ તબક્કાની 102 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.