રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો પણ અમલ કરાયો છે, તેમ છતાં આજે પણ સ્થિતિ ગંભીર બની છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ગઈકાલના મુકાબલે આજે અત્યંત ખરાબ સ્થિતિએ પહોંચી છે. રાજધાનીના આનંદ વિહારની વાત કરીએ તો અહીં એર ક્વોલિટી ઈન્ડેક્શ ૯૯૯ પર પહોંચી ગયો છે, જ્યારે દિલ્હીના અન્ય શહેરોમાં પણ ગંભીર સ્થિતિ છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યા મુજબ આજે બુધવારે આરકે પુરમમાં ૪૩૩, પંજાબ બાગમાં ૪૬૦ અને આઈટીઓમાં ૪૧૩ એક્યુઆઈ નોંધાયો છે. જ્યારે મુંબઈમાં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ વણસી રહી છે. બીકેસીમાં ૨૦૦, ચેંબુરમાં ૧૫૦, અંધેરીમાં ૧૧૨, વિલે પાર્લેમાં ૧૭૫, મલાડમાં ૧૭૦, બોરીવલીમાં ૧૦૩, મુલુંદમાં ૧૨૬, વર્લીમં ૧૪૦, કોલાબામાં ૧૫૭ એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે. હવામાન એજન્સી એક્યુઆઈસીએન.ઓઆરજીએ દિલ્હીના આનંદ વિહારમાં એક્યુઆઈ ૯૯૯ માપ્યું, જ્યારે દિલ્હીના અન્ય ભાગોમાં પણ ગંભીર સ્થિતિ છે.
જ્યારે એનસીઆરમાં ઈન્દિરાપુરમ, ગાઝિયાબાદમાં ૩૧૮, નોઈડા સેક્ટરમાં ૧૨૫માંથી ૩૩૬, ગુરુગ્રામ સેક્ટરમાં ૫૧માંથી ૩૬૬, ન્યૂ ઈન્ડસ્ટ્રિયલ ટાઉન, ફરિયાદાબાદમાં ૩૭૮ એક્યુઆઈનોંધાયું છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુગ્રામ અને ફરીયાદાબાદ પ્રદૂષણમાં વધારો થતાં હરિયાણા ટ્રાન્સપોર્ટ કમિશનરે બીએસ-III પેટ્રોલ અને બીએસ-આઈવીડીઝલ કેટેગરીના વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.