ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ યોજના દ્વારા અચાનક ૧૮.૫૦ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા કાંઠાના લોકોએ ઘરવખરી અને ખેતીને ભારે નુક્સાનનો સામનો કર્યો છે. લોકોની દયનિય હાલત જાેતા સરકારે પણ રાહત પેકેજની જાહેરાત કરી છે જાેકે સરકારી સહાય અપૂરતી હોવાનો ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.ખેડૂત અચાનક ડેમમાંથી મોટી માત્રામાં છોડવામાં આવેલા પાણીના કારણે ખેતીને ખુબ નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં શેરસી, કેળ , ફૂલ અને શાકભાજીના ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોએ તંત્ર તરફ મદદ માટે હાથ ફેલાવતા સર્વેની કામગીરી હાથ ધર્યા બાદ આખરે ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. નુક્સાનનના આધારે ખેડૂતો માટે રાહત સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત આ સહાયથી રાહત અનુભવવાના સ્થાને રોષ વ્યક્ત કરી રહ્યા છે.ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થઇ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
ખેડૂતોએ નુકસાની સામે રાહત નહીં પણ ખેતરમાં પાકનું નુકસાન સાફ કરી શકે તેટલી રકમ પણ જાહેર ન કરાઈ હોવાં આક્ષેપ કર્યા હતા. રાહત પેકેજ માટે ફેરવિચારણા કરવાની માંગ કરવામાં આવી છે.

Share.
Exit mobile version