આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન પીએસ મોદીએ દેશની મુખ્ય ચાર જાતિ ગણાવી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ફક્ત ચાર જાતિ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત છે. તેમણે કહ્યું કે, હું આ ચાર જાતિઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છું. મારું માનવું છે કે મૂળ આસ્થા અને ધર્મને છોડીને આ ચાર મૂળ જાતિનો વિકાસ જ દેશની પ્રગતિ કરવી શકે છે. પીએમ મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો છે.
આ ચાર જાતિઓના ઉત્થાનથી જ ભારતની વિકાસ યાત્રા આગળ વધશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, મારો આ સંકલ્પ યાત્રા પાછળનો હેતુ એવો છે કે જે લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તો તેમના અનુભવો કેવા છે અને જેઓને નથી મળ્યા તેમને ૫ વર્ષમાં આ યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. માટે હવે ‘મોદીની વિકાસ ગેરંટી’ની ગાડી દેશના દરેક ગામડા સુધી પહોંચશે. પીએમએ કહ્યું, આ ગાડીનું નામ ‘વિકાસ રથ’ રાખવામાં આવ્યું છે, પરંતુ આ ૧૫ દિવસમાં લોકોએ તેનું નામ બદલીને ‘મોદીની ગેરંટીડ ગાડી’ કરી દીધું છે. મને એ જાણીને આનંદ થયો કે જનતાને મોદી પર આટલો ભરોષો છે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ મહિલા કિસાન ડ્રોન સેન્ટર પણ લોન્ચ કર્યું હતું. આ કેન્દ્ર મહિલા સ્વ-સહાય જૂથો (એસએચજીએસ) ને ડ્રોન પ્રદાન કરશે જેથી તેઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ આજીવિકા ચાલવી શકે. આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષમાં મહિલા સ્વ-સહાય જૂથોને ૧૫,૦૦૦ ડ્રોન પ્રદાન કરવામાં આવશે. આ માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.