Prime Minister Narendra Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઇબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું. આમાં તેમનું મૃત્યુ થયું હતું.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.
હેલિકોપ્ટરમાં સવાર તમામ 9 લોકોના મોત થયા છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી બેલ 212 હેલિકોપ્ટર (અમેરિકન)માં મુસાફરી કરી રહ્યા હતા. વિમાનમાં વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયન અને અન્ય સાત લોકો તેમની સાથે હતા. હેલિકોપ્ટર પાછળ ખરાબ હવામાન પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.