Property Registration in Mumbai : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એપ્રિલમાં 11 ટકા વધીને 11,628 યુનિટ થયું હતું. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. મુંબઈમાં એપ્રિલ 2023માં 10,514 એકમો નોંધાયા હતા.
નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, “ગયા મહિને 11,628 એકમો નોંધાયા હતા. મુંબઈ માર્કેટમાં ઘર ખરીદનારાઓના હકારાત્મક વલણ વચ્ચે 2024માં સતત ચોથા મહિને મુંબઈમાં મિલકતની નોંધણી 10,000ને વટાવી ગઈ છે.” કુલ નોંધાયેલી મિલકતોમાંથી 80 ટકા રહેણાંક એકમો છે.