EPFO

EPFO: એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ 28 એપ્રિલ, 2024ની પાછલી તારીખથી લંબાવવામાં આવી છે. આ પગલાથી છ કરોડથી વધુ EPFO ​​સભ્યોને 7 લાખ રૂપિયા સુધીના જીવન વીમા કવચની ખાતરી થશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે આ માહિતી આપી છે.રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOના તમામ સભ્યોને એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ હેઠળ લાભ મળશે.

વર્ષ 1976માં શરૂ કરાયેલી EDLI યોજનાનો ઉદ્દેશ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યોને વીમા લાભો પૂરો પાડવાનો છે જેથી સભ્યના મૃત્યુના કિસ્સામાં દરેક સભ્યના પરિવારને કેટલીક નાણાકીય સહાય સુનિશ્ચિત કરી શકાય. એપ્રિલ 2021 સુધી, EDLI યોજનામાં નિર્ધારિત માપદંડો અનુસાર મૃત કર્મચારીના કાનૂની વારસદારને મહત્તમ લાભ રૂ. છ લાખ સુધી મર્યાદિત હતો.

બાદમાં, સરકારે, 28 એપ્રિલ, 2021 ના ​​રોજ જારી કરાયેલ એક સૂચના દ્વારા, આગામી ત્રણ વર્ષ માટે યોજના હેઠળ લઘુત્તમ અને મહત્તમ બંને લાભો અનુક્રમે રૂ. 2.5 લાખ અને રૂ. સાત લાખ સુધી વધારી દીધા. વધુમાં, તે સમયગાળા દરમિયાન નોકરી બદલનારા કર્મચારીઓને આવરી લેવા માટે સંસ્થામાં 12 મહિનાની સતત સેવાની આવશ્યકતા પણ હળવી કરવામાં આવી હતી. આ લાભો 27 એપ્રિલ, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રણ વર્ષના સમયગાળા માટે અસરકારક હતા.

 

Share.
Exit mobile version