Punjab Kings vs Delhi Capitals: IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે નવા મેદાન પર થવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી માટે સારી વાત એ છે કે ઋષભ પંત સંપૂર્ણ રીતે ફિટ છે અને તે ટીમનું સુકાન સંભાળશે. બીજી તરફ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન પોતાની ટીમને જીત અપાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. (PBKS vs DC અપડેટ)
IPL માં PBKS vs DC
આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે, જેમાં પંજાબની ટીમે 16 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ 16 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે મુકાબલો બરાબરીનો રહ્યો છે. આવી સ્થિતિમાં આજની મેચ ખૂબ જ રસપ્રદ રહેશે.
પિચ રિપોર્ટ (PBKS vs DC પિચ રિપોર્ટ મહારાજા યાદવીન્દ્ર સિંઘ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ચંદીગઢ:)
આ મેચ મહારાજા યાદવીન્દ્ર સ્ટેડિયમમાં રમાશે. આ પીચ પર ઓછા રન બને છે. એવું મનાય છે. તમને જણાવી દઈએ કે આ મેદાન પર પહેલીવાર IPL મેચ રમાવા જઈ રહી છે. જો કે, આ મેદાન પર ડોમેસ્ટિક મેચો થતી રહે છે. આ પીચ પર ઝડપી બોલરો અને સ્પિનરોને મદદ મળે છે. મુલ્લાનપુર પિચ પર અત્યાર સુધીમાં કુલ 23 T-20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 15 મેચ જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 8 મેચ જીતી છે. ટીમ આ મેદાન પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગશે.
પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સ્ટેડિયમમાં રમાશે. 23 માર્ચે ચંદીગઢમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન સ્વચ્છ રહેશે. મેચ સમયે તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચવાની આશા છે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, ઋષિ ધવન, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રસ્ટન સ્ટબ્સ, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ યાદવ, આન્દ્રે નોરખિયા.