Rohit Sharma
રોહિત શર્માની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. જો કે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દીધો હતો. રોહિત શર્માની જગ્યાએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારથી સતત એવી અટકળો થઈ રહી છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ આ દાવામાં કેટલી સત્યતા છે? શું ખરેખર મુંબઈ ઈન્ડિયન્સ તેમના સૌથી સફળ કેપ્ટનને છોડવા જઈ રહ્યું છે?
શું મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને જાળવી રાખશે?
IPL 2025 IPL મેગા ઓક્શન પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને રિટેન કરી શકે છે. જો આમ થશે તો IPL 2025 સીઝનમાં રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ તેમના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને મેગા ઓક્શન પહેલા રિલીઝ કરશે, પરંતુ હવે જો સ્પોર્ટ્સસ્ટારની વાત કરવામાં આવે તો રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની સાથે જ રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ પોતાના પૂર્વ કેપ્ટનને જાળવી રાખશે. આ મામલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્મા વચ્ચે પરસ્પર સમજૂતી થઈ છે.
તેમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સિવાય, મુંબઈ ઈન્ડિયન્સ સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને જાળવી શકે છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આ ખેલાડીઓને જાળવી રાખે છે તો મેગા ઓક્શન પહેલા પર્સ પર મોટી અસર જોવા મળશે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનો કોર ચોક્કસપણે મજબૂત રહેશે તેમાં કોઈ શંકા નથી. આ ખેલાડીઓ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ નેહલ વાઢેરા અથવા આકાશ માધવાલને રિટેન કરી શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.