એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, ૨૯ સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ ૨૯ અને ૩૦ તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના ૬૦ ટકા ભાગમાં વરસાદ જાેવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે.
દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. ઉત્તર ભારથી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો, તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાઈક્લોનિક સરક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આવામાં ૧૫ સપ્ટેમ્બર બાદ એક પછી એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જાેકે, ફરી વરસાદનું જાેર વધશે. કારણ કે, એક સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જાેવા મળશે. રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
૨૫ સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
૨૬ સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
૨૮ સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.