રાજકોટમાં ૮ વર્ષની બાળકીની હત્યા કેસમાં ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે, બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીઓએ બાળકીની પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. જે સી પી વિધિએ જણાવ્યું કે, પોલીસે આરોપી મિતલેશ રામનારાયણ, ભરત મીણા, અમરેશ કુલદીપની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની પણ કલમો ઉમેરાશે. રાજસ્થાન, વિરમગામ અને રાજકોટથી ૩ આરોપીઓ ઝડપાયા છે. જેમાં એક આરોપી બાળકીના પિતાનો મિત્ર હોવાનું પણ ખૂલ્યું છે. અત્રે જણાવીએ કે, આરોપીઓ રાજકોટના કારખાનામાં કામ કરી છૂટક મજૂરી કરતા હતા. જે સી પીએ કહ્યું કે. માલવીયા નગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. દાખલ થયેલા અપહરણના ગુનામાં ગેંગરેપ, મર્ડર સહિતની કલમ ઉમેરાશે. જે કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે