RBI
RBI નું આ પગલું બેંકિંગ સિસ્ટમમાં ફંડ ટ્રાન્સફર દરમિયાન ભૂલોને રોકવા અને છેતરપિંડી ઘટાડવામાં મદદ કરશે. હાલમાં, UPI અને IMPS જેવી સિસ્ટમમાં લાભાર્થીઓના નામની પુષ્ટિ થઈ શકે છે. હવે આ જ સુવિધા NEFT અને RTGS માટે પણ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ બેંકના કોર બેંકિંગ સોલ્યુશન (CBS) દ્વારા કામ કરશે, જે ટ્રાન્સફર કરેલી રકમ ખોટા ખાતાઓમાં જવાની શક્યતાને ઘટાડશે.
આરબીઆઈની સૂચનાઓ અનુસાર, રેમિટર – લાભાર્થી એકાઉન્ટ નંબર અને IFSC કોડ દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતીના આધારે, ખાતાધારકનું નામ લાભાર્થી બેંકના CBS પરથી મેળવવામાં આવશે. પૈસા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને આ નામ બતાવવામાં આવશે, જેથી તે પુષ્ટિ કરી શકે કે આપેલી માહિતી સાચી છે. જો ટેકનિકલ કારણોસર એકાઉન્ટનું નામ દેખાતું નથી, તો મોકલનાર તેના સંબંધમાં નિર્ણય લઈ શકશે.
આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા ગ્રાહકો માટે મફત હશે. આ સુવિધા ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને શાખાઓ દ્વારા પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, NPCI આ સુવિધા સાથે સંકળાયેલ કોઈપણ ડેટા સ્ટોર કરશે નહીં. વિવાદની સ્થિતિમાં, રેમિટર અને લાભાર્થી બેંકો યુનિક લુકઅપ રેફરન્સ નંબર અને સંકળાયેલ લોગનો ઉપયોગ કરીને વિવાદનું નિરાકરણ કરશે.આનાથી ફન્ડ ટ્રાન્સફરમાં ભૂલોની શક્યતાઓ ઘટશે એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે. બેંકો અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ હવે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આ નવી સુવિધાને સમયસર લાગુ કરે. આ પગલું ગ્રાહકોને સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઈન ટ્રાન્સફર અનુભવ પ્રદાન કરશે.