Real Estate
સરકારી બાંધકામ કંપની NBCC એ ગ્રેટર નોઇડામાં એક નવા પ્રોજેક્ટમાં 1233 ફ્લેટ ઇ-ઓક્શન દ્વારા વેચ્યા છે. કંપનીએ આ ફ્લેટ કુલ 3217 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. NBCC માટે આ એક મોટી સિદ્ધિ છે, આ સાથે તે કંપનીને નાદાર આમ્રપાલી ગ્રુપના અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં મદદ કરશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, NBCC દ્વારા આમ્રપાલીના અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે ‘આમ્રપાલી સ્ટોલ્ડ પ્રોજેક્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ રિકન્સ્ટ્રક્શન એસ્ટાબ્લિશમેન્ટ’ (ASPIRE) ની રચના કરવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની કંપની NBCC ને 38,000 ફ્લેટ પૂર્ણ કરવા અને ઘર ખરીદનારાઓને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. NBCC એ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઈ-ઓક્શન દ્વારા એસ્પાયર ગોલ્ફ હોમ્સમાં 1233 ફ્લેટ સફળતાપૂર્વક વેચી દીધા છે. સંબંધિત ચાર્જ સિવાય કુલ વેચાણ કિંમત રૂ. ૩૨૧૬.૯૫ કરોડ છે. ‘એસ્પાયર ગોલ્ડ હોમ્સ’ પ્રોજેક્ટમાં ૧૧ ટાવર્સમાં કુલ ૧૫૦૭ ફ્લેટ છે. NBCC એ અગાઉ 274 ફ્લેટ વેચ્યા હતા.