Redmi: રેડમીએ વૈશ્વિક સ્તરે વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ Redmi 13Cનું અપગ્રેડ મોડલ છે. ફોનમાં 5,160mAh ની પાવરફુલ બેટરી સાથે 50MP રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. રેડમીનો આ ફોન સ્ટાઇલિશ ડિઝાઇનમાં આવે છે. ફોનના પાછળના ભાગમાં એક સર્ક્યુલર રિંગ કેમેરા અને ડ્યુઅલ ટોન કલર ડિઝાઇન આપવામાં આવી છે. Redmiએ હાલમાં આ ફોનને પસંદગીના બજારોમાં રજૂ કર્યો છે. તે ડિસેમ્બર સુધીમાં ભારત અને અન્ય એશિયન બજારોમાં લોન્ચ થઈ શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, બ્રાન્ડે ભારતમાં Redmi 13C લોન્ચ કર્યો હતો.
Redmi 14C કિંમત
Redmi 14C ચેકિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની પ્રારંભિક કિંમત PLN 2,999 (અંદાજે 11,100 રૂપિયા) છે. આ બજેટ ફોન બે સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે – 4GB RAM + 128GB અને 8GB RAM + 256GB વેરિયન્ટ. તેના ટોપ વેરિઅન્ટની કિંમત PLN 3,699 (અંદાજે રૂ. 13,700) છે. તેને ડ્રીમી પર્પલ, મિડનાઈટ બ્લેક, સેજ ગ્રીન અને સ્ટેરી બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
Redmi 14C ના ફીચર્સ
Redmiનો આ બજેટ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ કાર્ડ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 6.88 ઇંચની મોટી LCD ડિસ્પ્લે હશે, જે 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 450 nits સુધી છે. આ ફોન MediaTek Helio G81 ચિપસેટ સાથે આવે છે. ફોન 8GB LPDDR4X રેમ અને 256GB eMMC 5.1 સ્ટોરેજ સુધી સપોર્ટ કરશે.
Redmi 14Cને 4G સ્માર્ટફોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. કંપનીએ ફોનમાં 5,160mAhની પાવરફુલ બેટરી સાથે યુએસબી ટાઇપ સી પોર્ટ આપ્યો છે, જે 18W સુધીની ચાર્જિંગ સ્પીડને સપોર્ટ કરે છે. ફોનમાં 3.5mm ઓડિયો જેક છે. ફોન Android 14 પર આધારિત Xiaomi Hyper OS પર કામ કરે છે.