ગુજરાત પર ચક્રવાત તેજને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. આઈએમડીના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે જાે કે આ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે કેટલીકવાર વાવાઝોડું તેની આગાહી કરેલો રસ્તો અને તીવ્રતા બદલી શકે છે જેવી રીતે બિપરજાેય વાવાઝોડાના કિસ્સામાં જાેવા મળ્યું હતું જે જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને લેન્ડફોલ કરવા માટે તેની ઝડપ અને દિશા બદલતા પહેલા શરૂઆતમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડે એ કહ્યું હતું કે હાલ ચક્રવાત તેજથી કોઈ ખતરો નથી. રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે.

ખાનગી હવામાન આગાહી કરતી એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જાે કે હવામાન વિભાગે પહેલા જ કહ્યું હતું કે ચક્રવાતની અસર મુંબઈમાં વધું થઈ શકે છે જેને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ૪૮ કલાકમાં દક્ષિણ પૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની સંભાવના છે.

Share.
Exit mobile version