Budget 2025

Budget 2025:  કેન્દ્રીય બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિવિધ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ગુજરાતના મુખ્ય ઉદ્યોગો, જેમ કે ટેક્સટાઈલ, ડાયમંડ, અને MSME સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ બજેટ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. જ્યાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સકારાત્મક જાહેરાતો થતાં ઉદ્યોગકારોમાં આશા જાગી છે, ત્યાં ડાયમંડ ઉદ્યોગને કોઈ ખાસ રાહત ન મળતાં ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે. આ વચ્ચે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) અને અન્ય ઉદ્યોગ સંસ્થાઓએ બજેટને પ્રગતિશીલ ગણાવ્યું છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને મજબૂત બનાવવાના હેતુસર ‘મેક ઈન ઇન્ડિયા’ અંતર્ગત સહાય આપવામાં આવશે. કોટન ઉદ્યોગને પ્રોત્સાહન આપતી યોજનાઓ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ઘરેલુ ઉદ્યોગોને મજબૂત બનાવતી નીતિઓ આ બજેટનો હિસ્સો બની છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ પગલાંઓ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો બજેટ અંગે નિરાશ છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના નૈનેષ પચ્ચીગરે જણાવ્યું કે હીરા ઉદ્યોગ માટે કોઈ ખાસ રાહત જાહેર કરવામાં આવી નથી. ઉદ્યોગકારોએ કસ્ટમ ડ્યુટી 6% કરવા અને કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટ આપવા માંગણી કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ બાબતોને અવગણી દેવામાં આવી છે. હીરા ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજનાઓ લાવવી જરૂરી છે, નહીં તો આ ક્ષેત્ર વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

 

Share.
Exit mobile version