Relief to the employed: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું. પગાર મેળવનારાઓને મોદી સરકારે મોટી રાહત આપી. સરકારે જાહેરાત કરી છે કે નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
નવા ટેક્સ દરો…
-0-3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે.
– 3 થી 7 લાખ રૂપિયાના પગાર પર 5 ટકા ટેક્સ,
– 7 થી 10 લાખ રૂપિયા પર 10 ટકા ટેક્સ,
-10 થી 12 લાખ રૂપિયા પર 15 ટકા ટેક્સ,
– 12 થી 15 લાખ રૂપિયા પર 20 ટકા ટેક્સ
-15 લાખથી વધુના પગાર પર 30 ટકા ટેક્સ લાગશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15% ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15% કરી દેવામાં આવી છે.