Cricket news : Ruturaj Gaikwad Birthday: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ આજે તેનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર રુતુરાજ ગાયકવાડને ક્રિકેટ જગતના ચાહકો અને ખેલાડીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. રૂતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ પુણેમાં થયો હતો. રુતુરાજને રોકેટ રાજા પણ કહેવામાં આવે છે. જો કે હાલમાં રુતુરાજ ઈજાના કારણે ટીમની બહાર છે, પરંતુ ટૂંક સમયમાં ગાયકવાડ ફિટ થઈને ટીમમાં પરત ફરશે. રુતુરાજ ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની શાનદાર બેટિંગના દમ પર ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે.
એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2023માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કમાન રુતુરાજ ગાયકવાડના હાથમાં હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ભારતીય ટીમે ફાઈનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી કારણ કે સિનિયર ખેલાડીઓ વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત હતા.
વિજય હજારે ટ્રોફી 2022માં મહારાષ્ટ્ર તરફથી બેટિંગ કરતા રુતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી. આ સાથે રુતુરાજ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ગાયકવાડે આ મેચમાં 220 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે 16 સિક્સર અને 10 ફોર ફટકારી હતી.
આઇપીએલમાં ઓરેન્જ કેપ વિજેતા
રુતુરાજ ગાયકવાડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. IPL 2021માં રૂતુરાજે 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. ગાયકવાડ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જેના કારણે તેને ઓરેન્જ કેપ પણ મળી હતી. આ સિવાય રૂતુરાજ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 4 હજાર રન બનાવનાર ભારતીય ક્રિકેટર પણ છે. ગાયકવાડે T20 ક્રિકેટની 116 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ગાયકવાડે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સદી ફટકારી છે.
રૂતુરાજ ગાયકવાડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
રુતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 6 ODI અને 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 6 ODI મેચમાં 115 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 71 રન છે. આ સિવાય ગાયકવાડે 19 T20 મેચમાં 500 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે પોતાના બેટથી એક સદી અને 3 અડધી સદી ફટકારી છે. ગાયકવાડનું બેટ IPLમાં ઘણી આગ લગાડે છે. ગાયકવાડે અત્યાર સુધી IPLમાં 52 મેચ રમી છે જેમાં તેણે 1797 રન બનાવ્યા છે.