Samsung Galaxy S25 Slim
Samsung Galaxy S25 સિરીઝ આવતા વર્ષની શરૂઆતમાં લૉન્ચ થવાની છે, જેમાં નવા Galaxy S25 સ્લિમનો પણ સમાવેશ થઈ શકે છે. આ સ્માર્ટફોનમાં ALoP (All Lens on Prism) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે કેમેરાના બમ્પને ઘટાડવામાં મદદ કરશે.
ALoP ટેકનોલોજી શું છે?
ALoP ટેક્નોલોજી એ નવી આર્કિટેક્ચર આધારિત ટેકનોલોજી છે, જે ટેલિફોટો કેમેરા મોડ્યુલની લંબાઈ 22% ઘટાડે છે. પરંપરાગત ફોલ્ડેડ કેમેરા ડિઝાઇનની સરખામણીમાં, ALoP ટેક્નોલોજી કેમેરા મોડ્યુલની જાડાઈને 40 ડિગ્રી સુધી વાળી શકે છે, જેનાથી કેમેરા બમ્પ ઘટાડી શકાય છે.
Galaxy S25 Slim ના ફીચર્સ
- 7mm જાડાઈ સાથે અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન.
- ટ્રિપલ કેમેરા સેટઅપ જેમાં 200MP મુખ્ય કેમેરા, 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને ટેલિફોટો કેમેરા શામેલ હશે.
- ટેલિફોટો કેમેરા માટે ALoP ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે કેમેરાના બમ્પને ઘણી હદ સુધી ઘટાડી દેશે.
- Galaxy S25 અને S25+ માં ટેલિફોટો કેમેરા સપોર્ટ ઉપલબ્ધ ન હોવાની શક્યતા છે.
સેમસંગના આ નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે, કારણ કે આ નવી ટેક્નોલોજી સ્ટાઇલિશ અને પાતળી ડિઝાઈન સાથે આવશે, જે વપરાશકર્તાઓને ઉત્તમ કેમેરા પરફોર્મન્સ સાથે પ્રીમિયમ અનુભવ આપશે.