Sanjeev Goenka : IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કેપ્ટન કેએલ રાહુલ અને માલિક સંજીવ ગોએન્કાનો એક વીડિયો IPL 2024 દરમિયાન હેડલાઇન્સ બન્યો હતો. આ વીડિયોમાં સંજીવ કેએલ રાહુલ સાથે આકરા શબ્દોમાં વાત કરતો જોવા મળ્યો હતો. જો કે પાછળથી અહેવાલો આવ્યા કે બંને વચ્ચે બધુ બરાબર છે, પરંતુ કેએલ આ વખતે પણ એલએસજીનો કેપ્ટન રહેશે કે નહીં તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોએન્કા કેએલ રાહુલને જાળવી રાખવાના પક્ષમાં નથી. આ પછી, લખનૌ સુપર જાયન્ટ્સમાં કેએલ રાહુલના ભવિષ્યને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ દરમિયાન સંજીવ ગોયન્કાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે કેએલના ભવિષ્ય વિશે સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે.
કેએલ રાહુલ અમારી ટીમનો અભિન્ન ભાગ છે.
વાસ્તવમાં એલએસજીએ ઝહીર ખાનને મેન્ટર બનાવ્યો છે. તેણે ગૌતમ ગંભીરનું સ્થાન લીધું છે. ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો ત્યારથી આ જગ્યા ખાલી હતી. ઝહીરના મેન્ટર બન્યા બાદ એલએસજીમાં કેટલાક વધુ ફેરફારોની અટકળો શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ પોતે બીજી ફ્રેન્ચાઈઝીમાં જઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે કેએલને છોડવામાં આવી શકે છે. હવે સંજીવ ગોએન્કાએ કેએલના ભવિષ્ય પર કહ્યું છે કે કેએલ રાહુલ અમારી ટીમનો અભિન્ન ભાગ છે. ગોએન્કાને જ્યારે રિટેન્શન અને કેપ્ટનશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે IPL 2025માં કેપ્ટનશિપ અંગે નિર્ણય લેવાનો હજુ સમય છે. બધું ખૂબ જ સારી રીતે વિચારવામાં આવશે.
LSG Owner said "KL Rahul is an important & integral part of the Supergiants family". [RevSportz] pic.twitter.com/AuNMH00o6K
— Johns. (@CricCrazyJohns) August 28, 2024
અટકળો પર ટિપ્પણી કરી શકતા નથી.
આ પછી, જ્યારે તેને કેએલની કેપ્ટનશીપ વિશે વધુ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું- “હું અટકળો પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું એટલું જ કહીશ કે કેએલ રાહુલ અમારા પરિવારનો સભ્ય છે. જો કે ગોએન્કા ઇચ્છતા તો કેએલની કેપ્ટનશીપ પર જવાબ આપી શકતા હતા, પરંતુ તેમણે આ પ્રશ્ન ટાળ્યો હતો. આ પછી, એવા સંકેતો મળી રહ્યા છે કે કેએલની કેપ્ટનશીપ જઈ શકે છે. જો કે, તે ટીમના સભ્ય તરીકે રહી શકે છે.