SBI
જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. SBI કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ડિસેમ્બર, 2024થી અમલમાં આવશે. તાજેતરમાં SBI દ્વારા ઘણા વધુ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
1 ડિસેમ્બર, 2024 થી, તેના 48 ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે નહીં.
AURUM
SBI Card ELITE
SBI Card ELITE Advantage
SBI Card Pulse
SimplyCLICK SBI Card
SimplyCLICK Advantage SBI Card
SBI Card PRIME
SBI Card PRIME Advantage
SBI Card Platinum
SBI Card PRIME Pro
SBI Card Platinum Advantage
Gold SBI Card
Gold Classic SBI Card
Gold Defense SBI Card
Gold & More Employee SBI Card
Gold & More Advantage SBI Card
Gold & More SBI Card
SimplySAVE SBI Card
SimplySAVE Employee SBI Card
SimplySAVE Advantage SBI Card
Gold & More Titanium SBI Card
SimplySAVE Pro SBI Card
Krishak Unnati SBI Card
SimplySAVE Merchant SBI Card
SimplySAVE UPI SBI Card
SIB SBI Platinum Card
SIB SBI SimplySAVE Card
KVB SBI Platinum Card
KVB SBI Gold & More Card
KVB SBI Signature Card
Karnataka Bank SBI Platinum Card
Karnataka Bank SBI SimplySAVE Card
Karnataka Bank SBI Card PRIME
Allahabad Bank SBI Card ELITE
Allahabad Bank SBI Card PRIME
Allahabad Bank SBI SimplySAVE Card
City Union Bank SBI Card PRIME
City Union Bank SimplySAVE SBI Card
Central Bank SBI Card ELITE
Central Bank SBI Card PRIME
SBI 50 હજાર રૂપિયાથી વધુ યુટિલિટી બિલની ચુકવણી પર સરચાર્જ વસૂલશે
SBI ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂ. 50,000 થી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. જો કે, 50 હજાર રૂપિયાથી નીચેના યુટિલિટી બિલ પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ નિયમો 1 નવેમ્બર, 2024થી લાગુ થશે.
ફાયનાન્સ ચાર્જમાં પણ ફેરફાર
SBI એ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જીસમાં પણ ફેરફાર કર્યો છે. હવે SBIના અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર 3.75 ટકા ફાયનાન્સ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમો 1 નવેમ્બર, 2024થી પણ લાગુ થશે.