Sensex Closing Bell: શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1,245.05 (1.71%) પોઈન્ટના વધારા સાથે 73,745.35 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 355.96 (1.62%) પોઈન્ટ વધીને 22,338.75 પર બંધ રહ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 73,819.21 અને નિફ્ટી 22,353.30 પર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં દેશની મજબૂત જીડીપી અને સકારાત્મક યુએસ ફુગાવાના ડેટા બાદ શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.23 લાખ કરોડ વધીને રૂ. 391.18 લાખ કરોડ થયું હતું.
સેક્ટર મુજબ, નિફ્ટી ઓટોના શેરમાં 1.2%નો વધારો થયો છે કારણ કે કંપનીઓ ફેબ્રુઆરી મહિના માટે વેચાણના આંકડા જાહેર કરવાની છે. નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને ઓઈલ એન્ડ ગેસમાં પણ 1%નો વધારો નોંધાયો છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100 0.56% અને નિફ્ટી સ્મોલકેપ 100 0.74% વધ્યા છે.