Sensex :  શેરબજારમાં આજે એટલે કે 5મી સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 100 અંકોના વધારા સાથે 82,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 ઘટી રહ્યા છે અને 12 વધી રહ્યા છે. નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 25,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળી રહ્યો છે. આજે એફએમસીજી અને ઓટોના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર

. એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.35% અને હોંગકોંગનો હેંગસેંગ 0.37% નીચે છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.05% વધ્યો છે.
. 4 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.09%ના વધારા સાથે 40,974 પર બંધ થયો હતો. જ્યારે Nasdaq 0.30% ઘટીને 17,084 ના સ્તર પર બંધ થયો. S&P500 0.16% ઘટીને 5,520 પર છે.

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અગાઉ ગઈકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 202 પોઇન્ટના ઘટાડા સાથે 82,352 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ આજે 81 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 25,198ના સ્તરે બંધ રહ્યો હતો.

Share.

Leave A Reply

Exit mobile version