ભારતીય અમેરિકીઓ અને તેમના સહયોગીઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને વખોડતાં વીકેન્ડ પર અમેરિકી પ્રાંત કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને મેસાચ્યુસેટ્સમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો અને સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ભારત સહિત વિશ્વભરમાં રોષ પેદા કર્યો હતો. તેના વિરોધમાં જ આ દેખાવો કરવામાં આવ્યા હતા. કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકી તથા સહયોગી નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઈબલ એસોસિએશન (એનએએમટીએ), ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી) અને આંબેડકર કિંગ સ્ટડી સર્કલ સહિત અનેક સમૂહો દ્વારા આયોજિત દેખાવો માટે ઓકલેન્ડ સિટી હોલ ખાતે એકઠાં થયા હતા. એનએએમટીએના સંસ્થાપક સભ્ય નિયાંગ હાંગ્જાેએ કહ્યું કે એ લોકોએ અમારા લોકોને ઘરોથી બહાર કાઢી મૂક્યા. તેમણે અમારા ઘર, અમારી સંપત્તિઓને બાળી નાખી. તેમણે લૂંટફાટ કરી,
હત્યા કરી અને દુષ્કર્મ પણ કર્યા. તેમણે અમારા લોકોને જીવતા બાળી નાખ્યા, માથા વાઢી નાખ્યા. તેમણે અમને બરબાદ કરી દીધા. બધુ ખાકમાં મિલાવી દીધું. તેમણે કહ્યું કે આ કૂકી-જાેમી સમુદાયના લોકોનો નરસંહાર છે. દુનિયા ક્યાં સુધી ચૂપ રહેશે? આ દરમિયાન ન્યૂજર્સીમાં આઈએએમસીએ એક દેખાવો અને કેન્ડલ માર્ચનું આયોજન કરી મણિપુર મુદ્દે અવાજ ઊઠાવ્યો હતો. તેમાં સ્થાનિક ચર્ચા, એનએએમટીએ અને નેશનલ એસોસિએશન ઓફ એશિયન ઈન્ડિયન ક્રિશ્ચિયન્સના સભ્યો સહિત વિવિધ આસ્થા અને જાતીય પૃષ્ઠભૂમિના લોકોએ ભાગ લીધો હતો. જ્યારે મેસાચ્યુસેટ્સમાં અનેક ભારતીય અમેરિકી અને સહયોગી પીડિતો સાથે એકજૂટતા દર્શાવવા લોકો એકત્રિત થયા અને તેમણે એકજૂટ થઈને રાષ્ટ્રપતિ બાયડેન સરકારને હસ્તક્ષેપ કરવા તથા પીએમ મોદીને મણિપુરમાં વધતી હિંસાને રોકવા આગ્રહ કર્યો હતો.