Shani Gochar 2025: અક્ષય તૃતીયા પહેલાં બદલાશે શનિની ચાલ, આ 4 રાશિ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Shani Gochar 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કળિયુગમાં શનિનો પ્રભાવ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ છે. તે દર અઢી વર્ષે પોતાનું રાશિચક્ર બદલે છે. તેની અસર માનવ જીવન તેમજ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે.
Shani Gochar 2025: અક્ષય તૃતીયા પહેલા, 28 એપ્રિલ 2025ના રોજ શનિ દેવ નક્ષત્રમાં પરિવર્તન કરશે. આ પરિવર્તન ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થશે, જે કેવળ શનિનું પોતાનું નક્ષત્ર છે. shનિને અહીં વધુ બળ મળશે અને કેટલાક રાશિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચાલો જોઇએ કે આ પરિવર્તન કઈ 4 રાશિઓ પર ખરાબ અસર કરશે:
1. કર્ક રાશિ
- શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિ માટે ખુબ જ અસરકારક નહીં રહે.
- કામમાં બહુજ સાવચેતી રાખવી પડશે.
- ગેરસમજો વધશે.
- મોટા રોકાણથી બચવું.
- કોઈ પર અંધવિશ્વાસ ન કરવો.
2. સિંહ રાશિ
- સંતાન સંબંધિત ચિંતા થઈ શકે છે.
- વિદ્યાર્થી વર્ગને એકાગ્રતાની અછત અનુભવાય.
- નોકરીમાં અવરોધ આવી શકે છે.
- આર્થિક નુકસાનના સંકેત છે.
3. વૃશ્ચિક રાશિ
- પરિવારજનોની તંદુરસ્તી અને લાગણીઓનું ખાસ ધ્યાન રાખવું.
- તણાવ અને એકલતા અનુભવાય.
- ગુસ્સા પર નિયંત્રણ નહીં હોય તો કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે.
- નોકરીમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા.
4. ધન રાશિ
- ઉતાવળ નહીં કરવી.
- ઘરમાં ચોરીની શક્યતા.
- તંદુરસ્તી પર ખરાબ અસર થઈ શકે છે.
- બાળકોના અભ્યાસમાં અડચણો.
- ઓફિસમાં સહકર્મીઓ સાથે તણાવ.