Mukesh Ambani : દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની Jio Financial Services Ltd ના શેર સતત ઘટી રહ્યા છે. આજે પણ સવારથી જ શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. શેરે તેના ઘટાડાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. Jio Financial એ તેના એક મહિનાના પ્રથમ સપોર્ટ લેવલને તોડીને આજે નવી નીચી સપાટી બનાવી છે. શેરોમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો દરરોજ નુકસાનનો સામનો કરી રહ્યા છે. આ ઘટાડાનું કારણ શેરનું સતત વેચાણ છે. 23 એપ્રિલથી જિયોના શેર દરરોજ ઘટી રહ્યા છે. આ સ્ટૉક ગઈ કાલે પણ ઘટાડા સાથે બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં તેમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બપોરે 2 વાગ્યાની આસપાસ શેર 346.20 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

ઘટાડો શા માટે આવી રહ્યો છે?

Jio Financial Services Limited (JFS) નું લિસ્ટિંગ ગયા વર્ષે 21 ઓગસ્ટે થયું હતું. તે BSE પર રૂ. 265 અને NSE પર રૂ. 262 પર લિસ્ટ થયો હતો. 19 જુલાઈના રોજ ટ્રેડિંગ દિવસના અંતે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા તમામ શેરધારકોને 1:1ના રેશિયોમાં Jio Financial ના શેર મળ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયા પછી, Jio Financial એ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 63.51% વળતર આપ્યું છે. નિષ્ણાતોના મતે સ્ટોકમાં મોટી મૂવમેન્ટ જોવા મળી રહી છે. આ શેર લાંબા ગાળા માટે રાખી શકાય છે. જ્યારે શેર 395 રૂપિયાના સ્તરથી ઉપર જશે ત્યારે તેમાં મજબૂત મોમેન્ટમ જોવા મળશે. આ પછી તેમાં 450 સુધીના લેવલ જોવા મળી શકે છે.

કંપનીનો નફો વધ્યો છે.
Jio Financial Services એ તાજેતરમાં જ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં Jio Financial નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 6 ટકા વધીને રૂ. 310 કરોડ થયો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી વ્યાજ આવક (NII) રૂ. 280 કરોડ રહી હતી. જ્યારે વ્યાજની કુલ આવક રૂ. 418 કરોડ અને કુલ આવક રૂ. 418 કરોડ હતી. અગાઉ, ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર) Jio Financial નો ચોખ્ખો નફો 293 કરોડ રૂપિયા હતો. જ્યારે ત્રીજા ત્રિમાસિક (Q3FY24)માં વ્યાજની ચોખ્ખી આવક રૂ. 269 કરોડ હતી.

Share.

Leave A Reply

Exit mobile version