Shashi Ruia Death

Shashi Ruia Death: એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 80 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી એસ્સાર ગ્રુપ અને સમગ્ર ઉદ્યોગ શોકમાં છે.

Shashi Ruia Death: એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 80 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી એસ્સાર ગ્રુપ તેમજ સમગ્ર ઉદ્યોગ શોકમાં ગરકાવ છે. મળતી માહિતી મુજબ તેઓ ઘણા સમયથી બીમાર હતા. જો કૌટુંબિક સૂત્રોનું માનીએ તો તેમણે છેલ્લી રાત્રે એટલે કે 25મી નવેમ્બરે રાત્રે લગભગ 12 વાગ્યે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

શશિ રુઈયાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રુઈયા હાઉસમાં રાખવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે રૂઈયા હાઉસથી બાણગંગા સ્મશાનભૂમિ લઈ જવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શશિ રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી તેમની પોસ્ટમાં, તેમણે કહ્યું, “તેઓ દૂરંદેશી નેતૃત્વ ધરાવતા એક મહાન વ્યક્તિ હતા જેમણે ભારતના બિઝનેસ લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે.”

ઉદ્યોગપતિ શશિ રુઈયાએ વર્ષ 1965 માં ઉદ્યોગની દુનિયામાં પ્રવેશ કર્યો અને તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ તેમની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે તેમના ભાઈ રવિ રુઈયા સાથે મળીને 1969માં એસ્સારની સ્થાપના કરી હતી. આ જૂથ સ્ટીલ, ઊર્જા, શિપિંગ, બંદરો જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. એસ્સાર ગ્રૂપની વેબસાઇટ અનુસાર, ફંડની પોર્ટફોલિયો કંપનીઓએ સંયુક્ત રીતે $14 બિલિયનની કમાણી કરી છે.

Share.
Exit mobile version