A signature global residential project : રિયલ્ટી કંપની સિગ્નેચર ગ્લોબલે રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટે ગુરુગ્રામમાં આશરે 350 કરોડ રૂપિયામાં 14.65 એકર જમીન ખરીદી છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તેણે ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસવે નજીક સેક્ટર 37Dમાં 14.65 એકર જમીન સંપાદિત કરી છે. જો કે કંપનીએ આ ડીલની કિંમત અને વેચનારના નામનો ખુલાસો કર્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીલની કિંમત આશરે 350 કરોડ રૂપિયા હોઈ શકે છે.
સિગ્નેચર ગ્લોબલ 27 લાખ ચોરસ ફૂટ વિસ્તાર સાથે રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવાની યોજના ધરાવે છે. સિગ્નેચર ગ્લોબલના ચેરમેન પ્રદીપ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે દ્વારકા એક્સપ્રેસ વે વૈભવી ઘરો માટે વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અહીં ઘણા ઉચ્ચ સ્તરીય રહેણાંક પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વિસ્તારમાં આવાસની માંગ મજબૂત રહેશે.