Silver Price

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો ટેરિફની જાહેરાત તેમજ આગામી સપ્તાહે લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફ પ્રત્યેની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજાર તેજીમય બન્યું છે. વૈશ્વિક સ્તરે સોનાએ રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ આજે સ્થાનિક બજારમાં પણ સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.

અમદાવાદમાં સોનાની કિંમત આજે વધુ રૂ. 500 ઉછળી નવી રૂ. 92000 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. ચાંદી પણ લાખેણી થયા બાદ આજે વધુ રૂ. 1000 વધી રૂ. 101000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.

વૈશ્વિક સોનું પણ આજે 3086.21 ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પોહંચ્યું હતું. ઓટો પર 25 ટકા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે ઈક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી વચ્ચે ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી છે.

Share.
Exit mobile version