દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, જેની અસર નવસારી, તાપી અને વલસાડ સહિતના ભાગોમાં જાેવા મળી રહી છે. અતિભારે વરસાદની શક્યતાઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વ્યક્ત કરવામાં આવી છે. સુરત-નવસારી કોસ્ટલ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. આ સિવાય ઔરંગા અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર જાેવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રાત્રે થયેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. ૨૨ કલાકમાં સૌથી વધુ ૨૮૬દ્બદ્બ વરસાદ સુરતના મહુવામાં ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૨૭૧દ્બદ્બ, ડાંગના સુબિરમાં ૧૯૬દ્બદ્બ, સુરતના બારડોલીમાં ૧૮૬દ્બદ્બ, નવસારીના જલાલપોરમાં ૧૭૯દ્બદ્બ, વલસાડના કપરાડામાં ૧૬૮દ્બદ્બ વરસાદ થયો છે. પૂર્ણા નદી ભયનજક સપાટીની ઉપર વહી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ઘટના બની છે.

પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે અને હાલ તે પાણી તેની ઉપર વહી રહી છે. કલેક્ટર દ્વારા અગાઉથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે સુરત અને નવસારીના કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. હાઈવે પર ભારે પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ભારે પાણી ભરાયા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નવસારીના કાલીયાવાડ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે, ઘૂંટણ સુધીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી જવાથી લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આદર્શનગર, શાંતિવન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવાની ઘટના બની છે. આજના દિવસે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના દક્ષિણ ભાગના સુરત, ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Share.
Exit mobile version