સાઉથ આફ્રિકાએ ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૨૩મી મેચમાં બાંગ્લાદેશને ૧૪૯ રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર ૧૭૪ રનની ઇનિંગ રમી હતી. આ સદી ફટકારતા સાથે જ ક્વિંટન ડી કોકે ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. તે વિકેટકીપર બેટ્સમેન તરીકે વર્લ્ડકપમાં સૌથી મોટી ઇનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે.
એડમ ગિલક્રિસ્ટે વન-ડે વર્લ્ડ કપ ૨૦૦૭માં ૧૪૯ રનની ઇનિંગ રમી હતી. ક્વિંટન ડી કોકે ગઈકાલે શ્રીલંકા સામે ૧૭૪ રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ડી કોકની આ ત્રીજી સદી હતી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે છે. રોહિતે વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૯માં ૫ સદી ફટકારી હતી. આ ડી કોકના વનડે કરિયરની ૨૦મી સદી હતી. આ સાથે જ તેણે વનડેમાં સૌથી ઝડપી ૨૦ સદી ફટકારવાના મામલામાં રોહિત શર્મા, સચિન તેંડુલકર અને એબી ડીવિલિયર્સને પાછળ છોડી દીધા છે.
એબી ડીવિલિયર્સે વનડેમાં ૧૭૫ ઇનિંગ્સમાં ૨૦ સદી પૂરી કરી હતી જયારે ડી કોકે આ કમાલ ૧૫૦ ઇનિંગ્સમાં કરી બતાવ્યું છે. વનડેમાં સૌથી ઝડપી ૨૦ સદી ફટકારવાનો રેકોર્ડ હાશિમ અમલાના નામે છે. ડી કોક સાઉથ આફ્રિકા તરફથી સૌથી ઝડપી ૨૦ સદી ફટકારનાર બીજાે બેટ્સમેન બની ગયો છે. જયારે વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સાઉથ આફ્રિકા તરફથી ૩ સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
વનડેમાં સૌથી ઝડપી ૨૦ સદી ફટકારનાર બેટ્સમેન
હાશિમ અમલા – ૧૦૮ ઇનિંગ્સ
વિરાટ કોહલી – ૧૩૩ ઇનિંગ્સ
ક્વિન્ટન ડી કોક – ૧૫૦ ઇનિંગ્સ
એબી ડીવિલિયર્સ – ૧૭૫ ઇનિંગ્સ
રોહિત શર્મા – ૧૮૩ ઈનિંગ્સ
સચિન તેંડુલકર – ૧૯૭ ઇનિંગ્સ