આઈસીસીવન-ડે વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની નજર આ મેચ જીતીને સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરવા પર હશે. દક્ષિણ આફ્રિકાના સુકાની એઈડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો છે. આજે પણ ટેમ્બા બાવુમા રમતા નથી. આવી સ્થિતિમાં માર્કરામ ફરીથી કેપ્ટનશીપ કરી રહ્યો છે. લુંગી એનગિડી આજે દક્ષિણ આફ્રિકાની ટીમમાં નથી. શાકિબ અલ હસનની બાંગ્લાદેશ ટીમમાં વાપસી થઈ છે.
ડી કોકની ત્રીજી સદી
ડી કોકે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ડી કોકે ૧૦૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ક્વિન્ટન ડી કોકે વર્લ્ડકપ ૨૦૨૩ની શરૂઆત પહેલા ટુર્નામેન્ટ બાદ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
વિશ્વ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ સદી
૫ – રોહિત શર્મા (૨૦૧૯)
૪ – કુમાર સંગાકારા (૨૦૧૫)
૩ – માર્ક વો (૧૯૯૬)
૩ – સૌરવ ગાંગુલી (૨૦૦૩)
૩ – મેથ્યુ હેડન (૨૦૦૭)
૩ – ડેવિડ વોર્નર (૨૦૧૯)
૩* – ક્વિન્ટન ડી કોક (૨૦૨૩)
દક્ષિણ આફ્રિકા માટે વિશ્વ કપમાં સૌથી વધુ સદી
૪ – એબી ડી વિલિયર્સ
૩ – ક્વિન્ટન ડી કોક
૨ – હર્શલ ગિબ્સ
૨ – હાશિમ અમલા
૨ – ફાફ ડુ પ્લેસિસ