દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર ખર્ચ 2027 સુધીમાં ત્રણ ગણો વધીને પાંચ બિલિયન યુએસ ડોલર થઈ શકે છે. Intel-IDCના રિપોર્ટ અનુસાર, ભારતમાં સંસ્થાઓ 2023માં AI પર US$1703.8 મિલિયન ખર્ચવા તૈયાર છે. IDCના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ શરત શ્રીનિવાસમૂર્તિએ જણાવ્યું હતું કે, “ભારતમાં AI ખર્ચ 31.5 ટકાના CAGR (સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર) સાથે 2023 અને 2027 વચ્ચે વધીને US$5 બિલિયન થવાની ધારણા છે. “AI 2027 સુધીમાં દરેક જગ્યાએ હશે.”
તેમણે કહ્યું કે 2023માં US$209 મિલિયનનો મોટો ખર્ચ AI ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવિઝનિંગ’ અને સંબંધિત સોફ્ટવેર દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રીનિવાસમૂર્તિએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવિઝનિંગ” કુલ ખર્ચમાં સૌથી મોટો ફાળો આપનાર રહેશે.