SGL
SGL: સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)ને મંગળવારે બીજા દિવસે 34.82 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. NSE ડેટા અનુસાર, IPOને 2,08,29,567 શેરની ઓફર સામે 72,53,55,782 શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) ભાગમાં 78.14 ગણું સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યું હતું, જ્યારે છૂટક વ્યક્તિગત રોકાણકારો (RII) ભાગમાં 32.83 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું. આ સિવાય ગ્રે માર્કેટમાં કંપનીના શેર 68.57%ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 123 કરોડ એકત્ર કર્યા હતા અને કંપની તેના તાજા ઇશ્યૂમાંથી રૂ. 130 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા અને રૂ. 30 કરોડનું રોકાણ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની S2 એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કરશે. IPOની પ્રાઇસ બેન્ડ 133-140 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. કંપનીના શેર BSE અને NSEમાં લિસ્ટ થશે.