Stock Market
ભારતીય શેરબજારોમાં તાજેતરના ધોવાણને પરિણામે ઈક્વિટીસની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો અંદાજે બે વર્ષમાં પહેલી જ વખત ૩ ટકાની અંદર ઊતરી સરકી ગયો છે. વર્તમાન સપ્તાહના પ્રારંભમાં દેશની માર્કેટ કેપ ૩.૭૫ ટ્રિલિયન ડોલર રહી હતી જે ૧૨૬ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક માર્કેટ કેપના ૨.૯૯ ટકા જેટલી થવા જાય છે.
૨૦૨૩ના ૧૯ એપ્રિલ બાદ ભારતનો આ હિસ્સો સૌથી નીચો જોવા મળ્યો હતો. જો કે શેરબજારમાં છેલ્લા બે દિવસના સુધારાએ ભારતના હિસ્સામાં વધારો કરાવ્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગના ેતફાવત ઘટી ગયો છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.
આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩ ટકા તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦ ટકા જેટલુ ઊંચુ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય ઈક્વિટીસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર એકંદર માર્કેટ કેપ પર જોવા મળી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.