માર્કેટ ઓપનિંગ: સ્થાનિક શેરબજારની શરૂઆત સુસ્ત છે અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. મેટલ અને આઈટી શેરોમાં ઘટાડાથી બજાર નીચે ખેંચાઈ ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.
શેરબજાર ખુલ્યું: આજે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળાઈ સાથે લાલ રંગમાં થઈ છે અને શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 230 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટીમાં પણ 21600ની નજીકના લેવલ જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચીનના ડેટા આવ્યા છે, જે બાદ ભારતીય બજારમાં મેટલ શેરો પર નેગેટિવ અસર જોવા મળી રહી છે અને મોટા ભાગના મેટલ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકન માર્કેટમાં નાસ્ડેકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે આજે ભારતીય બજારમાં આઈટી શેરોમાં નબળાઈનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
  • બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 59.86 પોઈન્ટ ઘટીને 71,832 ના સ્તર પર ખુલ્યો. એનએસઈનો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 4.70 અંક વધીને 21,661 ના સ્તર પર ખુલ્યો છે.
બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 230 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો
  • શરૂઆતની મિનિટમાં જ સેન્સેક્સ 237 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને બજાર ખુલ્યાની પાંચ મિનિટમાં જ તે 49.15 પોઈન્ટ ઘટીને 21,616ના સ્તરે પહોંચી ગયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ
  • સેન્સેક્સના 30 શેરોમાંથી 12માં વધારો અને 18માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 16 વધી રહ્યા છે અને 34 ઘટી રહ્યા છે.

બેંક નિફ્ટી આજે એક્સપાયરી છે

  • બેંક નિફ્ટીની એક્સપાયરી બુધવારથી શરૂ થઈ ગઈ છે અને આ સીરિઝનો આજે પહેલો બુધવાર છે. જેના કારણે બેંક શેરોમાં કોઈ ખાસ હલચલ નથી અને તેઓ મિશ્ર કારોબાર કરી રહ્યા છે.
એડવાન્સ-ડિક્લાઈન રેશિયો
  • માર્કેટમાં વધતા અને ઘટતા શેરની વાત કરીએ તો ઓપનિંગ સમયે 1500 શેર ઉછાળા સાથે અને 600 શેર ઘટવાની સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
પ્રી-ઓપનમાં બજારની મુવમેન્ટ
  • આજે પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 58.30 પોઈન્ટ ઘટીને 71834 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 1.50 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 21664 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
Share.
Exit mobile version