Stock Market Today: ભારતીય શેરબજાર આગલા દિવસના તીવ્ર ઘટાડા બાદ આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું હતું. બુધવાર, 20 માર્ચના રોજ, બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 237.36 અંક વધીને 72,249.41 પર પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 74.25 અંક વધીને 21,870.891 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ શેરોમાં મારુતિ, પાવર ગ્રીડ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને વિપ્રો મુખ્ય ઉછાળામાં હતા. તે જ સમયે, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા મોટર્સ નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા.
મંગળવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું.જાપાનની સેન્ટ્રલ બેંક દ્વારા 17 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયથી પણ બજાર પર દબાણ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન, બીએસઈનો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ 736.37 પોઈન્ટ અથવા 1.01 ટકા ઘટીને 72,012.05 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 238.25 પોઈન્ટ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
શેરબજારમાં ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 4,86,777.98 કરોડ ઘટીને રૂ. 3,73,92,545.45 કરોડ થઈ હતી.આનાથી રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 4.86 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદાર હતા. તેણે મંગળવારે રૂ. 1,421.48 કરોડના શેર ખરીદ્યા હતા.